ભુજ : કોરોના વાયરસના કચ્છમાં 6 પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. જેમાં એક માધાપરના એક વૃદ્ધનો મૃત્યુ થયો છે. આજે માધાપરના મૃતકના પત્નીનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. સંભવત આજે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. હવે કચ્છમાં એક્ટીવ કેસની સંખ્યા 4 છે.

તો કચ્છ કોરોનાના પ્રથમ દર્દી લખપતની એ મહિલાનો રિપોર્ટ ફરી એક વાર પોઝિટીવ આવ્યો જે ચિંતાનો વિષય છે. આ મહિલાનો પ્રથમ રિપોર્ટ 11 એપ્રિલે નેગેટિવ આવ્યો હતો. તો 16 એપ્રીલે ફરિ પોઝિટીવ આવ્યો. ત્રિજો રિપોર્ટ રવિવારે ફરિ નેગેટિવ આવ્યો હતો. ત્યારે તેવી આશા સેવાઇ રહી હતી કે હવે પછી રિપોર્ટ નેગેટિવ આવેતો આ મહિલાને ડિસ્ચાર્જ આપવામાં આવશે, પણ આજે ફરિ દૂરભાગ્ય પૂર્ણ રીતે રિપોર્ટ પોઝિટીવ આવતા કચ્છ માટે માઠા સમાચાર છે.

જોકે કચ્છના પોઝિટિવ દર્દી ભુજના 27 વર્ષીય યુવાન કમ્પાઉન્ડરના સંપર્કમાં આવેલ બંને હોસ્પિટલના સ્ટાફના લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. માધાપરના મૃતકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો ત્યારે વહીવટી તંત્રએ તકેદારી રાખી આ યુવાનને તત્કાલ ક્વોરોનટાઇન કર્યો હતો, જેથી તેના સંપર્કમાં આવેલ અન્ય લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ ગઇ કાલે કચ્છમાં કોઈ નવા પોઝિટીવ કેસો પણ નોંધાયા નથી.